રાતના છેલ્લા પ્રહરમાં જેમ આખું શહેર અંધકારની ચાદર ઓઢીને સુઈ જાય તેમ ઉર્વા પણ છેલ્લા પ્રહરમાં મીઠી ઊંઘ માણી રહી હતી. ખુબ રડવાને લીધે તેના ગાલ પર સુકાયેલા આંસુના ડાઘ થઇ ગયા હતા. તે ગાઢ ઊંઘમાં હતી તો પણ તેના ચેહરા પર ઉચાટ અકબંધ હતો. મનસ્વી ત્યાંજ તેની સેટી સામે પડેલી ચેર પર બેસીને ઉર્વાને મન ભરીને નીરખી રહી હતી. જો તેના બાળકો હોત તો કદાચ આ જ ઉંમરના હોત. આવા જ દેખાતા હોત. આ રૂમમાં જ આમ સુઈ રહ્યા હોત. મનસ્વીની અંદર આ વિચારો વારાફરતી આવીને શમી જતા હતા.તે જાણવા ઈચ્છતી હતી કે ઉર્વા એમજ આટલું બધું કેમ રડી?