સપના અળવીતરાં - ૨૫

(47)
  • 3k
  • 7
  • 1.3k

ડૉ. ભટ્ટ અને આદિત્ય જ્યારે કે. કે. ના રૂમ માં પહોંચ્યા, ત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ પણે કંટ્રોલમાં હતી. હા, પોતાની ચૂકને કારણે નર્સ થોડી ગભરાયેલી હતી, પરંતુ અત્યારે નર્સ અને કે. કે. આશ્ચર્યથી રાગિણી તરફ તાકી રહ્યા હતા. રાગિણી અસ્ફૂટ સ્વરે કશુંક બબડી રહી હતી. તેની નજર શૂન્યમાં સ્થિર હતી અને એક જ વાત વારંવાર બોલતી હતી... "ડૉ. જોનાથન... કોલ ડૉ. જોનાથન... "આદિત્ય એ રાગિણી ના ખભે હાથ મૂક્યો અને રાગિણી ઝબકી ગઈ. તેણે ચમકીને આદિત્ય સામે જોયું. આદિત્ય એ નોંધ્યું કે એસી ચાલુ હોવા છતાં રાગિણી ના કપાળે પરસેવાના ટીપા બાઝી ગયા હતા. "આર યુ ઓકે? "આદિત્ય ના પ્રશ્ન ના જવાબમાં તેણે