હું જાઉં છું મમ્મી,મને આવતા મોડું થશે.હું જમીને જ આવીશ. સુહાનીએ તેની સાસુને કહ્યું. હા જા, વિરલ અને સુહાસ માટે હું જમવાનું તૈયાર કરી લઈશ. સમજુબહેનેં તેની પુત્રવધુને કહ્યું.આટલા સરળ અને મળતાવડા સાસુ પોતાને મળ્યા છે એ વાતનું મનમાં ગર્વ કરતી સુહાની તો ઘરેથી કિટી પાર્ટી માટે નીકળી ગઈ.એકાદ કલાક બાદ વિરલ ઑફિસેથી ઘરે આવ્યો અને સુહાનીને અવાજ લગાવ્યો પાણી લાવ. પાણીનો ગ્લાસ લઈને સમજુબહેન આવ્યા એટલે વિરલથી પુછાઇ ગયું સુહાની નથી? એ તો કીટી પાર્ટી કરવા ગઈ છે. તો હું જમવાનું ઓર્ડર કરાવી લઉં. અરે ના,હું જમવાનું બનાવી દઈશ. સારું, હું ફ્રેશ થઈ આવું. કહીને વિરલ તેના રૂમમાં ચાલ્યો ગયો.બધા ડિનર લઇને લિવિંગ માં બેઠા હતા.કોઈ કારણસર TV