નો રીટર્ન- ૨ ભાગ-૯૨

(344)
  • 10.4k
  • 28
  • 4.9k

નો રીટર્ન-૨ ભાગ-૯૨ અમે હાંફી રહયા હતાં. એકધારું સીધું ચઢાણ ચઢવું આસાન કામ નહોતું. એમાં પણ આડબીડ ઉગેલાં ઘેઘૂર વૃક્ષો અને ગીચ ઝાડીઓ અમારી રાહ મુશ્કેલ બનાવતાં હતાં જેના લીધે કેટલીય વખત અમારે રસ્તો બદલવો પડયો હતો. એ કારણે અમે ધાર્યુ હતું તેનાં કરતાં પણ ઉપર ચઢવામાં વધું સમય લાગતો હતો. અનેરી ઘોડા ઉપરથી નીચે ઉતરી ગઇ હતી કારણકે તેનો ઘોડો વારેવારે અટકી જતો હતો. એ મૂંગા પ્રાણીને પણ પારાવાર તકલીફ થતી હતી. એકધારું સીધું ચઢાણ કાપવાથી તેનાં શરીરને જબરો શ્રમ પડતો હતો. તેની કાળી.. ભૂખરી.. લીસી ત્વચામાંથી પરસેવો ઉભરાતો હતો. સખત હાંફ ચઢવાથી તેનાં મોઢામાંથી સફેદ ફીણ ઉભરાવું