2. તેણી ઘેર જઈને સ્વસ્થ થઈ સોફામાં આડી પડી. આરામ કરતાં કરતાં પણ કોઈ ફેશન મેગેઝિનનાં પૃષ્ઠો ફેરવતી રહી. તેણીના રસ પણ હવે મોડેલિંગની દુનિયાને જ સ્પર્શે તેવા બની ગયેલા. જયારે પણ તે નવરી પડે, મોડેલિંગ કરતી વખતે ડ્રેસ અને અભિનય વિશે કેટલાક દિશાનિર્દેશો વાંચતી. લગભગ બે વર્ષથી સમજો કે તેણી મોડેલિંગ ખાતી, મોડેલિંગ પીતી અને મોડલ તરીકે જ શ્વાસ લેતી. આ ચમકદમક ભરી લપસણી દુનિયામાં તમે ગમે તેટલા તેજસ્વી હો, પહેલી વાર તમારું માથું ઊંચકવું મુશ્કેલ છે અને અતિ સંઘર્ષને અંતે એકવાર બીજ અંકુર બની જમીન ફાડી બહાર આવે તે પછી ભૂખ્યા વરુઓ હંમેશાં વિશાળ જડબાંવાળાં મોં ફાડી શિકાર