આપણે જોયું કે શિવને સહ્યાદ્રી હોસ્પિટલમાં દાખલ કરી દીધો હતો અને એના હૃદયમાં કેથેટર ફિટ કર્યા બાદ કીમો થેરેપી શરૂ કરવાની હતી. હવે આગળ....કેવી વિપરીત ક્ષણ અનુભવાઈ રહી હતી,કર્મપીડા સૌ કોઈને અજમાવી રહી હતી,તકદીર પાસે આજ માઁ લાચાર રહી હતી,બાળકની પીડા જોઇ, માઁ શોષવાઈ રહી હતી!!અહીં શિવને કીમો થેરેપી આપવાની ચાલુ થાય છે ને આ તરફ તૃપ્તિની સ્થિતિ પણ દયનિય બની ગઈ છે. પોતાના બાળકને હજુ તો પ્રેમથી ધિંગામસ્તી વાળા તોફાન કે લુપાછુપીની રમત રમાડી નહીં અને આમ BMT રૂમની ટ્રીટમેન્ટ જોઈ તૃપ્તિ ખુબ મુંજવણ અનુભવે છે, એને ખુબ અફસોસ થાય છે કે મારુ બાળક આમ પીડા ભોગવી રહ્યું છે,