પુત્રેષ્ણા

(39)
  • 4k
  • 5
  • 1.1k

રવિવારની સાંજ હોવાથી બગીચો બાળકોથી ઉભરાતો હતો. ચારેબાજુ વાતાવરણ કોલાહલયુક્ત હતું. બાળકો લસરપટ્ટી તથા હિંચકાઓ પર બેસવા પડાપડી કરી રહ્યા હતા. નાચતા,ગાતા,દોડતા,ભાગતા,પડતા બાળકો પરાણે વ્હાલા લાગી રહ્યા હતા. તેના માસુમ વદન પર નિર્દોષ સ્મિત વાતાવરણને આહલાદક બનાવી રહ્યું હતું. શહેરના આ મ્યુનિસિપલ ગાર્ડનમાં સામાન્ય દિવસોમાં તો ભીડ રહેતીજ પણ આજે તો રાજાનો દિવસ રવિવાર હતો એટલે બાળકોનો દિવસ. મોહન ત્રિવેદી રવિવારની સાંજે અચૂક અહીં આવતો. થોડીવાર બેસતો નાનકડા બાળકોની કિકિયારી અને તેમનું સ્મિત મોહનને પણ આનંદ આપતું. મોહનનો આ દર સપ્તાહનો અચૂક ક્રમ બની ગયો હતો. રાત્રે જમી પરવારી સુવા માટે મોહન પથારીમાં આડો પડ્યો, ત્યારેજ તેની પત્ની શાંતિ બોલી-