અ રેઇનબો ગર્લ - 7

(40)
  • 3.7k
  • 5
  • 1.7k

અ રેઇનબો ગર્લ -7           બધાનો સામાન ડીકીમાં ગોઠવાઈ ગયો હતો, અમે લોકોએ નીકળવાની તૈયારી કરી લીધી હતી, અમે લાસ્ટ એક ગ્રુપ સેલ્ફી લીધી અને ગાડીમાં ગોઠવાયા, ગાડી સ્ટાર્ટ થઈ અને ચાલવા લાગી, અમે થોડું અંતર જ કાપ્યું હતું ત્યાં જ ગાડી એક બે ધક્કા સાથે બંધ થઈ ગઈ.ક્રિશે એક બે વાર ગાડીને રીસ્ટાર્ટ કરવાની ટ્રાઈ કરી પણ ના થઇ, ક્રિશ ગાડીની બહાર નીકળ્યો અને બોનેટ ખોલીને ચેક કરવા લાગ્યો."સમજ નથી પડતી આમા શું પ્રોબ્લેમ થયો?" થોડીવાર ચેક કર્યા બાદ ક્રિશે જોરથી બોનેટ બંધ કરીને તેના પર મુક્કો માર્યો, આ દરમિયાન અમે બધા પણ બહાર આવી ગયા