દ્વિમુખી પ્રેમ (ભાગ 10)

(39)
  • 2k
  • 3
  • 870

........ ગતાંક થી ચાલું.... મોહિત પ્રિયા નાં ઘરેથી નીકળીને ચાલ્યો ગયો. આ બાજુ પ્રિયા પોતાનાં રૂમમાં સૂઈને રડી રહી હતી. તેણે પોતાનાં છેલ્લાં દિવસોમાં કેટલું કેટલું જોઈ લીધું હતું. તેણે ક્યારેય નોતું વિચાર્યું કે જે મોહિત તેને બસ જોયાં કરતો, ક્યારેય તેનાં મોઢેથી શબ્દો ન નિકળતાં તે આજે આવું રૂપ પણ બતાવશે. તેનાં લીધે પ્રિયા એ પોતાનાં મિત્રોને નારાજ કર્યા હતા. તેની આંખોમાંથી આંસુ અવિરત વહી રહ્યાં હતાં. તેણે સૌપ્રથમ સ્વાસ્થ થઈને સોનાલીને ફોન જોડ્યો. સોનાલી બસ દ્વારા મોહિતના ગામડે આવી પહોચી હતી. બપોરનો સમય થવા આવ્યો હતો. ભૂખ - તરસ અને ગરમીના કારણે તેણે પહેલાં ક્યાક જમવાની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું.