‘ફેરો’ : જીંદગીમાં પડેલા ફેરાની વાર્તા

  • 7.5k
  • 2
  • 1.7k

અનુ-આધુનિક ગુજરાતી સાહિત્યમાં ‘સુરેશ જોશી વાર્તા ફોરમ’માં ઘડાયેલા કેટલાંકવર્તાકારોમાં ડૉ. ભરત સોલંકીનું નામ નોંધપાત્ર છે. તેમણે તેમના પ્રથમ વાર્તાસંગ્રહ‘રૂપાંતર’(૨૦૧૩)થી જ એક નવીનતમ વાર્તાકાર તરીકે ભાવકો અને વિવેચકોનું ધ્યાન આકર્ષિત કરેલું.ત્યાર પછી તેમની પાસેથી બીજો મળતો વાર્તાસંગ્રહ ‘કાકડો’(૨૦૧૭) છે. તેમાં વિષયવૈવિધ્ય અનેઅભિવ્યક્તિનું નાવીન્ય સુપેરે અનુભવાય છે. અહિ ‘કાકડો’ વાર્તાસંગ્રહમાં ‘કાકડો’, ‘રૂપાંતર’, ‘સખીરી! મેંતો પ્રેમ દિવાની’, ‘બાધા’, ‘બદલો’ વગેરે એમ કુલ ૧૪ વાર્તાઓ છે. આમાંની એક વાર્તા એટલે ‘ફેરો’.અહીં તેમની ‘ફેરો’ વાર્તાને આસ્વાદવાનો પ્રયત્ન છે. ‘ફેરો’નું મુખ્ય વિષયવસ્તુ જોઈએ તો ભડલી જેવા નાનકડા ગામના બ્રાહ્મણ દંપતિ રમણલાલઅને રેવાબેનના ફેરાની વાર્તા છે. અહીં પાંચ પાંચ દિકરીઓ ને છેવટે જન્મેલા પુત્ર કુળદીપકના વિકાસમાટે ભડલી