અ ન્યૂ બિગિનિંગ પ્રકરણ- ૭

(13)
  • 3.3k
  • 4
  • 1.5k

સવાર પડી ગઈ. સતિષ હજુ પેલા કપલના સંવાદો વિશે વિચારી રહ્યો હતો. તે બ્રશ કરી ચા પીવા બેઠો પણ તેના મનમાં સવાલો ફર્યા જ કરતા હતા. તે બસ ચાનો કપ પકડી એ કપ સામે જોઈ રહ્યો. તેને એવી સ્થિતિમાં જોઈ તેના ભાભી કહેવા લાગ્યા, “કેમ શું થયું છે? ગઈ કાલનું થોબડું પડેલું કેમ છે? અત્યારે શ્રીની યાદમાં તો નથી ખોવાયોને?” “હં ..ના ભાભી એવુ કઈ નથી બસ અમુક સવાલો મનમાં ખટક્યા કરે છે. એના જવાબો મને નથી મળતા.” સતિષે કહ્યું. “કેવા સવાલો? મને તો જણાવ કદાચ એના જવાબ મારી પાસેથી મળી જાય. નહિ મળે તો તેને શોધવામાં હું તારી