પૂનમનો ગોળ ચંદ્રની ચાંદનીના અંજવાળામાં સમુદ્રનો લીલો પાણી ઘાટો આસમાની લાગતો હતો. થોડીથોડી વારે દૂરથી નીકળ્યા માલવાહક બોટોના અવાજ સિવાય કોઈ ખાસ કૃત્રિમ અવાજ આ તરફ આવી નોહતો રહ્યો, સમુદ્રના મોજ કિનારે આવી એક ધડાકા સાથે ફેલાઈ જતા હતા. સમુદ્રનું ઘાટું આશમાની રંગના મોજા, કિનારે દૂધ જેવા સફેદ રંગના થઇ જતાં હતાં.ભીંની રેતીમાં ખુલ્લા પગે અમે બને એક પ્રેમી યુગલની જેમ વાતો કરતા-કરતા દૂર સુધી આવી ગયા હતા."જાગુ, તું સાચું કહેતી હતી. અવન્તિકા મુવ ઓન થઈ ગઈ છે. મારે પણ હવે મુવ ઓન થઈ જવું જોઈએ..જાગુ તને યાદ છે, તું તો અવન્તિકાથી પહેલાથી મને ઓળખે છે. આ અમદાવાદ શહેરમાં મારો