ભેદ - - 5

(266)
  • 9.3k
  • 14
  • 5.9k

કિશોર પોતાના રૂમમાં પલંગ પર સૂતો હતો. [વાંચકો યાદ રાખે કે દિલીપ સાથે બનતા બનાવો શાંતિનગરમાં બને છે, જયારે કિશોર, આનંદ, મીનાક્ષી, અને બળવંત સાથે બનતા બનાવો વિશાળગઢમાં બને છે.] એના માથા પર પાટો બાંધ્યો હતો અને તેનો ચહેરો સહેજ ફિક્કો પડી ગયો હતો. એની બાજુમાં જ બે ખુરશીઓ પર બળવંત તથા આનંદ બેઠા હતા. ‘આ બંગલામાં આ બધું શું થાય છે એ જ મને નથી સમજાતું.’ કિશોરના ફિક્કા ચહેરા સામે તાકી રહેતા બળવંત બોલ્યો, ‘પિતાજી અને માલતીના ખૂન…! તમારાં પર ગઈ રાત્રે થયેલો જીવલેણ હુમલો...! હે ઈશ્વર...હું શું કરું...? શું કરું...?’