મહત્વાકાંક્ષા

(11)
  • 4.9k
  • 5
  • 1.6k

જીવનમાં મહત્વાકાંક્ષા – કોઈ મહત્તવનું કાર્ય કરવાની આશા કે ઇચ્છા – એટલી જ જરૂરી હોય છે જેટલું શ્વાસ લેવું. સામાન્ય માણસો સાદી સીધી રીતે જીવન વીતાવે છે પરંતુ અસામાન્ય માણસો મહત્વાકાંક્ષા લઈને જીવન વીતાવે છે, કારણકે એમને અસાધારણ સફળતા મેળવવી હોય છે. હેનરી ડેવિડ થોરો નામના અમેરિકન ચિંતક, લેખક અને પ્રકૃતિપ્રેમીએ એકવાર કહ્યું હતું, “જો માણસ હંમેશા આકાંક્ષા ન રાખે તો તે સફળ થતો નથી.” સફળ થવા માટે કોઈ એક આકાંક્ષા પણ હોવી જરૂરી છે. જે લોકો આકાંક્ષા લઈને જીવે છે એમનું ધ્યેય સ્પષ્ટ હોય છે. અને તેથી પોતાની મંઝિલ સુધી પહોંચવા માટેનો માર્ગ પણ એમના માટે સ્પષ્ટ હોય છે.