મેજીકલ ડાયરી

(36)
  • 4k
  • 10
  • 1.1k

"યાર હું કંટાળી ગઈ છું આ બધાથી , ઓફિસે જાઉં તો બોસનો ત્રાસ , ઘરે પહોંચું તો આ લેન્ડ લેડીનો ત્રાસ ઘરે ફોન કરું તો મમ્મીપાપાના કડવા વેણ અને ઓછામાં વધુ આ મારો એક્સ બોયફ્રેન્ડ ફરી મારી લાઈફમાં આવવા માંગે છે. આ બધી પ્રોબ્લેમ ઓછી હતી કે એમાં કાલની મિટિંગ માં પ્રેઝન્ટેશન મારે કરવાનું છે. એક માણસ ક્યાં અને કેટલું પહોંચે તું જ જણાવ." એક શ્વાસે રિમા બધું બોલી ગઈ. "અરે શાંતિ જાળવ થોડો શ્વાસ લઈ લે અને પછી બોલ." હું શિખામણ આપતા બોલી , "પ્રોબ્લેમ્સ વિનાનું જીવન નકામું છે આમ થોડી સમસ્યા હોય તો જીવન જીવવામાં મોજ રહે." "હા