બેસણું

(28)
  • 13.8k
  • 3
  • 2.8k

બેસણું* સવારના આઠ થયા પણ બેસણાંના હોલનો દરવાજો બંધ હતો. કેટલાક લોકો સમયસર આવીને વારંવાર ઘડીયાળ જોઇ રહ્યાં હતા. જો કે તેમના ચહેરા પર બેસણાં પછીના બીજા શિડ્યુલ વિશે વધુ ચિંતાની રેખાઓ હતી. જલ્દી શરુ થાય તો થોડીવાર બેસીને નીકળી જઇશું તેવી ઉતાવળ લઇને ઘણાં આવ્યાં હતા. તેમના કેટલાક લોકોના એક હાથમાં ‘શોક સંદેશા’નું કવર અને બીજા હાથની આંગળીઓ મોબાઇલ સ્ક્રિન પર ફરી રહી હતી. ‘કેટલીવાર...?!’ બહાર ઉભેલા પચ્ચીસેકના ટોળાંમાંથી જેને ઉતાવળ હતી તેને બાજુવાળાને ધીરેથી કહ્યું. ‘લાગે છે અંદર હજુ તૈયારી ચાલે છે...!’ બાજુવાળાએ પણ હળવેથી તેના કાનમાં કહ્યું. ‘અમારા સમાજમાં તો જો કોઇનું બેસણું હોય તો અત્યાર