હેશટેગ લવ ભાગ-૧૮

(87)
  • 4.2k
  • 6
  • 2k

"હેશટેગ લવ" ભાગ-૧૮એ રાત્રે જ સ્વપ્નમાં સુસ્મિતા આવી. અમે બંને અગાશી ઉપર બેઠા હતાં. એ મારી સામે જોઈ મને શિખામણ આપવા લાગી. એ મને કહી રહી હતી :"કાવ્યા, મેં બહુ ખોટું પગલું ભર્યું છે, પણ એ સિવાય મારી પાસે કોઈ રસ્તો નહોતો, મેં તને પણ કંઈજ જણાવ્યું નહિ. પણ હું ડરી ગઈ હતી. મને મારા ભવિષ્યનો ડર સતાવવા લાગ્યો ! શું કરવું ? એ કઈ સમજાઈ રહ્યું નહોતું, અને છેલ્લે મેં આ પગલું ભરવાનું વિચાર્યું ? ભગવાન પણ મારી આ ભૂલ માટે મને માફ નહિ કરે પણ કાવ્યા તું તારી જાતને સાચવજે. જે મેં ભૂલો કરી છે એ તું ક્યારેય