નો રીટર્ન-૨ ભાગ-૯૦ પહેલો ઘા રાણાનો.. એ ન્યાયે મેં પ્રહાર તો કરી દીધો હતો પરંતુ પછી ક્રેસ્ટોનાં ભયાનક તેવર જોઇને મનમાં એક ફડક ઉદભવી હતી. ખૂંખાર નજરે એ મને તાકી રહ્યો હતો. તેની આંખોમાંથી છલકાતી ભયંકર ક્રોધની જ્વાળા મને દઝાડતી હતી. તે મને કાચોને કાચો ખાઇ જવાનો હોય એવું તેનાં ચહેરા ઉપરથી જણાતું હતું. તેનાં હાથમાં છરો હતો જ્યારે હું સાવ નિહથ્થો ઉભો હતો. જો મેં જલ્દી કઇં ન કર્યું તો છરાનાં એક જ વારે મારા રામ રમી જવાનાં હતાં. કઇંક હથીયાર તરીકે કામ આવે એવી વસ્તું શોધવા મેં આજુબાજું ડફાકીયા માર્યા. ઝાડની તૂટેલી ડાળી કે એકાદો વજનદાર પથ્થર,