"રાગિણી... "સમીરા થી ચીસ પડાઈ ગઈ. અને એ અવાજે જાણે કેટલાય પડળો છેદીને રાગિણી ને વર્તમાનમાં ખેંચી લીધી. રાગિણી બોલતા બોલતા અચાનક એકદમ ચૂપ થઈ ગઈ. તદ્દન વિચાર શૂન્ય... "શું થયું રાગિણી? "રાગિણી પણ એ જ વિચારતી હતી. શું થઈ ગયુ હતું પોતાને? એ તો સમીરા સાથે વાત કરતી હતી, કે. કે. વિશે... પોતાની અનુભૂતિ વિશે... તેને યાદ આવ્યું કે વાત કરતાં કરતાં અચાનક તેના અવાજની તિવ્રતા વધી ગઈ હતી, વધુ ને વધુ વધી રહી હતી. પણ આ બાબત તેના કંટ્રોલમાં નહોતી. એક ક્ષણ એવી આવી કે તે અલિપ્ત થઈ ગઈ. તેને પોતાનો અવાજ સંભળાતો હતો, પણ જાણે તેની જીભ જાતે