ડબલ મર્ડર - 3

(77)
  • 3.3k
  • 11
  • 2.3k

 વેદ, મોહિત અને નીરજ સંકેત ના ઘરે જવા માટે રવાના થયા.બંગલા ની અંદર પ્રવેશતા હોલમાં સોફા પર સંકેત ના માતા તથા તેની પત્ની બેઠા બેઠા રડતા હતા અને તેના પિતા બાજુમાં ઉભા ઉભા એ  લોકો ને સાંત્વના આપી રહ્યા હતા . રમેશ એક ખૂણા માં ઉભો હતો.વેદ ને આવતો જોઈ એ તેની પાસે ગયો અને મોહન વર્મા સાથે ઓળખાણ કરાવતા કહ્યું કે “સાહેબ આ સંકેત સાહેબ ના પિતા છે.” અને વેદ ની ઓળખાણ આપતા કહ્યું કે “સાહેબ આ એજ ઇન્સ્પેક્ટર સાહેબ છે જે આ કેસ સાંભળી રહ્યા છે.”            ઓળખાણ કારાવી રમેશ ત્યાંથી ચાલ્યો ગયો. વેદે