વાત ધીરજલાલ ને કહેવામાં આવી... પણ ધીરજલાલ ધરા ને 10 તો પાસ કરાવવા માંગતા જ હતા એટલે ધરા નો અભ્યાસ બંધ કરવાની ધરા ના મામા ની વાત ધીરુભાઈ એ નકારી કાઢી... પણ હવે ધરા ને બહાર ક્યાંય એકલી ન જાવા દેવી એ નક્કી થયું, અને ધરા ની સ્કૂલ બંધ કરાવવામાં આવી... ફકત ટ્યૂશન કલાસ અને ટાઈપકલાસ શરૂ રાખવામાં આવ્યા... અને ત્યાં પણ હવે ધરા ના મામા એને તેડવા અને મુકવા જતા હતા... આમ તો આ પરાણે માથે આવી પડેલી ડ્યુટી ધરા ના મામા ને જરાય પસંદ ન હતી પણ ધીરજલાલ જમાઈ થાય ... બનેવી થાય.. અને ધરા ના નાનાજી ના