પ્રતિ,મારા પ્રિય સમાજ, તમને મારા નતમસ્તક પ્રણામ, કેમ છો બધા ? પોતપોતાના કામોમાં વ્યસ્ત , હમેશાની જેમ ! બરાબરને ? તમે તો મને ઓળખતા હશો નહિ..! નહી ? અરે, તમે મને આટલી વારમાં ભૂલી ગયા? ચાલો કઈ નહી, હું જ યાદ કરાવી દાવ છું, મારું નામ છે..! અમ્મ્, રહેવા દો, નામમાં શું છે? છોડો, સીધા પોઈન્ટ પર જ આવીએ.બહુ સમયથી તમારા સાથે વાત કરવાની ઈચ્છા હતી,પણ સમય જ અનુકુળ નહોતો આવતો.આજે આવ્યો છે, તો થયું તમને પત્ર લખી જ નાખું. સૌથી પહેલા તો તમને બધાને મારા તરફથી દિલથી આભાર..! થોડા સમય પહેલા બધી જ જગ્યાએ મારું જ નામ હતું, ટીવી પર