પ્રણય સપ્તરંગી પ્રકરણ - 15 સાગરે સીમાને ઇશારાથી પૂછ્યું "કેમ આવી છે આ અત્યારે સીમાએ ઇશારામાંજ કીધું નથી ખબર અને એનાં ચેહરાનાં હાવભાવ બદલાઇ ગયાં. સંયુક્તાને મનમાં થયું કે આ લોકોને મારું આગમન નથી ગમ્યું. સાગરે વાતાવરણમાં હળવાશ લાવવા. કહ્યું "તમે બંન્ને બહેનપણી વાતો કરો હું આવું છું. સંયુક્તાએ કહ્યું "કેમ તમે ક્યાં જાવ છો ? હું તમને લોકોને મળવા આવી છું. સાગરે કડવાશ ગળીને કહ્યું " જસ્ટ આવ્યો ત્યાં સુધી તમે લોકો વાતો કરો એમ કહી જવાબની પરવા કર્યા વિના જ રૂમમાંથી સડસડાટ બહાર નીકળી સીધો નીચે માં પાસે પહોંચ્યો. સાગરે માં ને કહ્યું માં તમે