ટાઈમપાસ - 7

(63)
  • 3.2k
  • 1
  • 1.5k

વર્ષો પછી એજ જગ્યાએ, એજ સ્થળે એજ સમયે પોહચી જાવ તો લાગે, ફરીથી ભૂતકાળમાં સમય યાત્રા કરીને પોહચી ગયા હોઈએ! ભલે સમય યાત્રાને વૈજ્ઞાનિક રીતે સંભવ ન હોય,પણ આ તમામ પ્રકારમાં સિદ્ધાંતોની ધજીયા ઉડાડી દે તેવો જ અનુભવ હતો. મગજ બહેર મારી ગયું હતું. જે રીતે મલ્ટી પર્સનાલિટી ડિસઓર્ડરના દર્દીઓને કાલ્પનિક દ્રશ્યો મગજમાં ઘડતા હોય છે. દેખાતા હોય છે. રવિને કાલ્પનિક નહિ પણ ભૂતકાળના દ્રશ્યો સામે રમી આવ્યા, તે ભુજીયા કિલ્લાની દિવારો પર અવન્તિકાને મેહશુસ કરી રહ્યો હતો. અવન્તિકા દિવારને ટેકો દઈને ઉભી હતી. પોતે  દશ એક ફિટ દૂરથી અવન્તિકા તરફ વધી રહ્યો હતો. વચ્ચે મોટી ખાઇ હતી.જે રવિ જોઈ