ઈશ્વરે આપણને કેટલી મસ્ત જિંદગી આપી છે. અને આપણે! કેટલું કામ છે! થશે કે નહીં થાય! નહીં થાય તો શું થશે? સતત આવાં વિચારોથી ઘેરાયેલા રહીએ છીએ. પતિને સવારે વહેલા ઉઠી કામે જવાનું ટેન્શન, ગૃહીણીને ઘર સંભાળવાનું ટેન્શન, બાળકોને શાળામાંથી આપેલાં હોમવર્કનું ટેન્શન. આ રીતે જોવા જઈએને તો દુનિયાનું બીજું નામ એટલે ટેન્શન. ટેન્શન એટલે કોઈ સારી બાબત નથી. ટેન્શન એટલે મગજના નેગેટિવ વિચારો. કોઈ વ્યક્તિ માત્ર એક દીવસ પણ ટેન્શનથી મુક્ત નથી રહી શકતો. જિંદગીને માનવે ટેન્શનનો શો-રૂમ બનાવી દીધો છે. જ્યાં અલગ-અલગ વેરાયટીના ટેન્શન મળે છે. કુતરાં કે બિલાડીને જોયા છે ક્યારેય ટેન્શન લેતાં. રોજ સવારે રોજ નવી