"પુનઃ મિલન - પતિ અને પત્નિ નું...""મારી ભૂલને માની લઉં, સાચવવા સંબંધ. ચાલ સમજદારીથી નિખારીએ, પ્રેમનો રંગ. કારણ તું નથી મારાથી, અલગ કોઈ વ્યક્તિ, તું તો છે મારા તનનું , એક અભિન્ન અંગ..." - અલ્કેશ ચાવડા 'અનુરાગ'શહેરમાં ભાગવત સપ્તાહનું સરસ મજાનું આયોજન થયેલું... શહેરના મોટાભાગના ધાર્મિક વૃતિવાળા પ્રૌઢ અને વૃદ્ધ લોકો સાથે સાથે આજુબાજુના ગામડાના લોકો પણ સપ્તાહના પાંચમા દિવસે કથાનું રસપાન કરવા આવેલા... કથાકારે છેલ્લા પાંચ પાંચ દિવસથી પોતાની વાણી થી ભગવાનની કથાને એવી લડાવી હતી કે સૌ લોકો રસપૂર્વક કથાનું રસપાન કરતા હતા... એ દિવસે કથાકારે ભાગવત કથા દરમિયાન વચ્ચે