ખેતર : વગડાનો વૈભવ

  • 6.6k
  • 1.8k

ખેતરનો વૈભવ મને હંમેશાં ભર્યો ભાદર્યો લાગે છે.સીમ સાથેનો મારો સંબંધ હજુ પણ અકબંધ છે, અસીમ છે. એક લીલોપ્રવાહ હજુય મારી નસોમાં વહે છે જે મને લાગણીથી લીલોછમ રાખે છે.લહેરાતા લીલાછમ ખેતરો ઘઉં, જીરું, ચણા, કપાસ, સરસવ અને એરંડા વગેરે રવિપાકથી રળિયાત છે.વસંતની આ મોસમમાં ખેતરને ખોળે ઉગતી સવાર કે ઢળતી સાંજ મને ખૂબ જ ગમે છે. સૌથી સુંદર સનસેટ પોઈન્ટ મારા મતે મિત્રો સાથે ખેતરને શેઢેથી દૂર ક્ષિતિજે ઢળતી રમ્ય સાંજ છે. આ સમયે મિત્રો સાથે મળીને ઘઉંનો પૌંખ કે ચણાનો ઓળો ખાવાની મજા એક લ્હાવો છે. માટીના ઢેફા લગાવી બનાવેલ ચૂલા પર ચા ઉકાળી વાતોનાં વડા સાથે પીવાનો આનંદ