સાંજ નો સમય થવા આવેલો.એકદમ ઢીલું ટી શર્ટ ને કેપ્રી, એક હાથમાં ચા નો કપ ને બીજા હાથમાં ડાયરી. રોજ ની જેમ સાંજ ના ટાણે લઇ પોતાના રૂમની બારી આગળ બેઠેલી. સાંજની સુંદરતાને માણતી કવિતા લખતી હતી. સૂરજ ડૂબવા ની તૈયારીમાં હતો. આંખું આકાશ કેસરી રંગે રંગાઈ ગયેલું. પક્ષીઓ પણ પોતાના ઘર પોતાના માળા માં પાછા જતા હતા.. ઘર ની નજીક જ અંબે મા નું મંદિર છે.ત્યાંથી સાંજ ની આરતી નો ઘંટારાવ સંભળાતો હતો. અને મારુ ઘર ગામના ભાગોળ ની નજીક જ આવેલું હોવાથી વિવિધ