નો રીટર્ન-૨ ભાગ-૮૯ અમારાં પગ નીચે કોઇ અમૂલ્ય ખજાનો દટાયેલો હતો એ ખ્યાલે મારાં ધબકારાં વધારી મુકયાં. અમે ખજાનાની બિલકુલ નજીક હતાં. આ ધરતી નીચે અને સામે દેખાતી પર્વત શૃંખલાંમાં વર્ષો પૂર્વે ધ્વંશ પામેલાં એક અતી સમૃધ્ધ નગરનાં અવશેષો દટાયેલાં હતાં. મને તો વિશ્વાસ નહોતો આવતો કે અમે લોકવાયકામાં વણાયેલી એક દંતકથારૂપ શાપિત જગ્યામાં આવી પહોચ્યાં છીએ. કેટલાય દિવસોની દડમઝલ અને ભારે ખૂનામરકીનો સામનો કર્યાં પછી જ્યાં આજ સુધી કોઇ નહોતું પહોંચી શકયું એવી એક અછૂત ભૂમી ઉપર અમે ઉભા હતાં. આ કોઇ સ્વપ્નથી કમ તો નહોતું જ. એક અવિશ્વસનીય સફર અમે ખેડી હતી. અમારાં કેટલાય સાથીઓ સફર દરમ્યાન