મિત્રતા

(17)
  • 3k
  • 4
  • 735

"એક તેરી યારી કા હી સાતો જન્મ હકદાર હું મેં ...તેરા યાર હું મેં........."""અંશ અને આદિ લહેકા તાણી તાણી ને ગાડી માં વાગતા આ ગીત સાથે તાલ મિલાવતા અમદાવાદ થી પાલનપુર જઇ રહ્યા હતા...અંશ અને આદિ ની મિત્રતા સાથે આ ગીત એકદમ બંધબેસતું હતું એટલે એ બન્ને ને આ ગીત ખૂબ ગમતું..આજથી 3 વર્ષ પહેલાં કોલેજ ના પ્રથમ દિવસે જ આદિ અને અંશ વચ્ચે મિત્રતા કેળવાઈ ગયી હતી...આદિ અમદાવાદ નો જ વતની જ્યારે અંશ પાલનપુર નો રહેવાસી..અમદાવાદ ની કોલેજ માં એડમિશન મળેલું એટલે હોસ્ટેલ માં રહી અભ્યાસ કરતો..અંશ અને આદિ ને થોડા જ સમય માં એકબીજા સાથે એટલું ફાવી ગયેલું