અમદાવાદ થી થોડે દૂર બાકરોલ ગામમાં શરીફાબાનું અને રજાકભાઈ નો પરિવાર તેમના બે પુત્રો સાથે રહેતો હતો.જોકે તેમને બે પુત્રીઓ પણ હતી જે પરણીને ઠરીઠામ થઇ ગઈ હતી.બંને પુત્રો સલીમ અને જુબેર હતા,જેમાં મોટો પુત્ર સલીમ પરિણીત હતો અને એક પુત્રનો પિતા હતો.જયારે નાના પુત્ર જુબેર માટે લગ્નની વાત ચાલતી હતી અને છોકરી જોવા માટે જવાનું હતું.જુબેરની બંને બહેનો શમીમ અને રેહાના પણ ભાઈ માટે છોકરી જોવા જાવાનું હોવાથી પિયર આવી ગઈ હતી.શરીફાબાનું ની બંને દીકરીઓ ને બે-બે દીકરાઓ હતા અને એ પણ ખાસ્સા મોટા થઇ ગયા હતા. વહોરાવાડ નાં