બ્રેઈન ટ્યુમર

(15)
  • 3.4k
  • 3
  • 956

       હંમેશાં હસતી રમતી આરાધ્યા આજે કાંઈક ઉંડા વિચારો માં ખોવાયેલી હતી. સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં હતી આરાધ્યા..શું કરવું શું નહીં કંઇ સમજ નહોતી પડતી.          ચંચળ સ્વભાવ નટખટ ને નાજુક આરાધ્યા એ સમજવા મથતી હતી કે અધૂરા સપના પૂરા થશે કે નહીં?એ કાંઈ સમજે એ પહેલાં હોસ્પિટલ ની નર્સ આવી ને આરાધ્યા ના પપ્પા ને રિપોર્ટ આપી ગઈ અને કહી ગઈ ડોક્ટર એ તમને મળવા બોલાવ્યા છે..          આરાધ્યાના પપ્પા એટલે આરાધ્યા ની દુનિયા.. આરાધ્યા એનાં પપ્પા માટે કાંઈ પણ કરી શકે..... જેવાં આરાધ્યા ના પપ્પા ડોક્ટર ને મળવા જતાં હતાં કે આરાધ્યા એ ક્હ્યું કે પપ્પા હું પણ