રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ -11 (આગળના ભાગમા જોયું કે ઢોલીને ગામ ચૉહરે સળગવા માટે બાંધે છે અને મુખી વહેણમાં મણીડોશીને શોધે છે. હવે આગળ..) "આવ મુખી આવ, તારી જ રાહ જોતી હતી આટલા વર્ષોથી" આટલું સાંભળતા મુખી અચંબોથી એ ડોશીને જોઇ રહ્યો. પરન્તુ ડોશીનું મોઢું સફેદ વાળથી અડધું ઢંકાયેલ હતુ. અને હાથમાં એક લાકડી પકડી હતી. મુખીની નજર લાકડી પર આંખો પહોળી થઈ ગઇ. લાકડી ને ફરતી બાજુ હાડકા દોરીથી બાંધેલા હતાં. મુખીને ફરતે બાજુ નાયળા આંટા ફરી રહ્યાં હતાં. ડરનાં વાદળને ચીરી હિમ્મત કરી મુખી બોલ્યો " મણી બહેન, તમે છો ?" ત્યાં તો મણી બહેને પોતાનું