આજે કાળી ચૌદસની રાત હતી. રાતો તો કાળી જ હોય પણ કાળી ચૌદસનું નામ પડતા જ ભૂતોના વિચાર આવે એવી એક રાતે.... સ્મશાનમાં કોઈક માણસ કંઈક સામગ્રી જેવુ લઈને જતો હતો. દેખાવે કસાયેલો પહાડ જેવું ખડતલ શરીર થોડો ઉંચો બાંધો અને ગોરો રંગ .... ધીમે ધીમે તે સ્મશાનમાં જઈ બેઠો મનમાં કોઈ ઉચાટ કે ભયની રેખાય નહોતી દેખાતી એ શાંતિથી બેસી કોઈની રાહ જોવા લાગ્યો. આશરે રાતના ડોઢ વાગ્યા હશે. કૂતરા ને ભસવાના અને ક્યાંક ચિબરી જેવા અવાજો દૂર દૂર સંભળાતા હતાં. સ્મશાન મોટુ હોવાથી અંદર બેસવા ઉઠવાની પાણીની સુવિધા હતી અને