ભેદ - - 2

(324)
  • 13k
  • 30
  • 9.5k

શાંતિનગર…! પહાડી ક્ષેત્રમાં વસેલો એક ખુબસુરત અને રળિયામણો વિસ્તાર...! શાંતિનગર પર સોનુ વરસાવી રહ્યો હતો. થોડા વર્ષો પહેલા આ સ્થળ એકદમ ઉજ્જડ અને સુમસામ હતું. પછી સમય જતા અહીં સભ્યોનો રંગારંગ ધીમે ધીમે વધવા લાગ્યો. જોતજોતામાં જ શાંતિનગરની વસ્તી બે લાખ પર પહોંચી ગઈ. સુંદર વિશાળ બંગલા, સીધી સપાટ પાકી સડક, ખુબસુરત બાગ-બગીચા અને આધુનિક બજાર વસી ગઈ. લોકોના કથન મુજબ અહીં જેટલા માણસ વસે છે એ બધા લાખોપતિ-કરોડપતિ છે.