વિરલના ઘરમાં આજે ખૂબ જ આનંદનું વાતાવરણ હતું. તેના માતા-પિતા, ભાઈ-બહેન બધા કંઈ અલગ જ અંદાજમાં જણાતા હતા. કેમ ના હોય? કારણ પણ એવું જ હતું. વિરલે ધોરણ દસમાની બોડૅની પરીક્ષામાં એશી ટકા ગુણ સાથે પાસ થયો હતો. એને લઈ ખુશીનો અવસર જાણે આંગણે આવ્યો હોય તેમ ખુશીઓની છોળો ઉડતી હતી. વિરલનું ઘર આર્થિક રીતે થોડું પાછળ હતું. તેના પિતા ગામની નજીક કોઈ કંપનીમા રોજ પર નોકરી કરતાં. બસ ભાડું બચાવવા પોતે સાયકલ લઇને નોકરી જતાં. વિરલનો મોટો ભાઈ આઈ.ટી.આઈ કરતો.તેના પિતા બંને દીકરાને જોતા ત્યારે વિચારતા કે કાલે મારા દીકરાઓ