લાગણીનો સંબંધ

(19)
  • 4.1k
  • 3
  • 1.1k

          ભાવિનભાઈનાં ઘરમાં હસીની છોળો ઊડતી હતી. એ જ સમયે માથા ઉપર પાલવ ઓઢી, હાથમાં ચા-નાસ્તાની ટ્રે લઈ, પલકો નીચી રાખીને, પંજાબી ડ્રેસ પહેરેલી અને ધીમા કદમે આવતી જાનવી નામની કન્યા બધાં સમક્ષ હાજર થઈ.            પોતાનાં કુલદિપક જન્મેષ માટે છોકરી જોવા આવેલા તેનાં મમ્મી-પપ્પા કિશનલાલ અને રાધાબેન તો જાનવીને જોતા જ રહી ગયા. પોતાના દીકરાને આવી ' અપ્સરા ' જેવી કન્યા મળશે તે વિચાર માત્રથી જ તેમની ખુશીનું કોઈ ઠેકાણું જ ન હતું અને તેઓ અંતરમનમાં તો ગરબે ઘુમવા લાગ્યા હતાં.           જાનવીએ ટ્રે ટેબલ પર મૂકીને કિશનલાલ અને રાધાબેનનાં ચરણ સ્પર્શ કરી આશિર્વાદ મેળવ્યા.