"સમીર એકવાર.. એકવાર મને માફ કરી દો..!એકવાર મારી આંખમાં આંખ પરોવી જુઓ..!એકવાર એળે જઈ રહેલા મારા જીવન તરફ દ્રષ્ટિ કરો..!આટલા કઠોર મત બનો પ્લીઝ..!કહો તો તમારા ચરણ ધોઈને પીવું..!કહો તો હવે પ્રાણ ત્યાગ કરી દઉં..!કિન્તુ આવી રીતે ટુકડે-ટુકડે ન મારો મને..દયા કરો.. મારા પર હવે દયા કરો..!"વસુધા .. એ હવે નહીં થાય મારાથી..!થોડીક જિંદગી હવે બાકી રહી છે એને વહાવી દઈએ આ રીતે..!મારું અને તારું સન્માન સચવાયાનો પૂરેપૂરો સંતોષ છે મને.આજે હું ઘણો ખુશ છું.મારા જીવનમાં એ બધું જ છે જે હોવું જોઈએ..જીવતા માણસને ગુંગળાવી મારે એવા ખાલીપાથી સરભર અજંપો..કોઈ અજાણ્યા ગ્રહ પર પટકાઈ જઈ અગમ્ય ભીતિથી ફફડી રહેલા બાળકનો