કાળી અંધારી રાત... ધોધમાર વરસતો વરસાદ... વિજળીના ચમકારા... ઘેઘૂર વડલો... વડલા નીચે ઉભેલી એક સ્ત્રી... આંખોમાં આંસુ અને હાથમાં... હાથમાં એક નવજાત બાળક.... પોતાનો ભૂતકાળ યાદ આવતા સમીરા આજે પણ ધ્રુજી ઉઠી. તેની નજર રાગિણી એ દોરેલા ચિત્રો પર જડાઇ ગઇ હતી. આબેહૂબ દ્રશ્ય દોર્યું હતું. અને બીજા ચિત્ર મા હતી તેની અને રાગિણી ની પહેલી મુલાકાત... અત્યારે પણ સમીરા ની નજર સામે એ દ્રશ્ય કોઈ ફિલ્મ ની માફક દેખાવા માંડ્યું... એ વડલા નીચે તે એકલી અસહાય ઊભી હતી. મનમા એક ફડકો હતો કે જે દુનિયા થી તે ભાગી આવી છે, તેના પડછાયા અત્યારે અહી પહોંચી ગયા તો? આમ પણ તે પોતાનુ