ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૬)

(13)
  • 2.5k
  • 1.2k

પિતાપરિવારનું ભરણપોષણ કરતો,તડકે પરસેવો વહાવતો, બાળકના સુખ માટે જે,પોતાની ખુશીઓને મારતો, દિવસ રાત જોયા વગર,અઢળક મહેનત કરતો, બાળકના સારા શિક્ષણ માટે,ચારેકોર ઘોડાધોળ કરતો, પોતે બે જોડી કપડાંમાં જીવી,પત્ની અને બાળકને નવાં નવાં કપડાઓ અપાવતો, સૌનું ભલું ચાહનારો,આ દુનિયામાં પિતા કહેવાતો..તમે મળી ગયા જીવનની આ સફરમાં તમે મળી ગયા,મારી ડૂબતી નાવને સહારા મળી ગયા, પ્રેમભરી વાતો તમે કરી ગયા,મારા જીવનમાં નવાં રંગો મળી ગયા, એકલતાને આખરે તમે દૂર કરી ગયા,મારા શરીરમાં તમે એક સુવાસ બની પ્રસરી ગયા, નસીબને મારુ ઉજાગર કરી ગયા,ખુશીઓનો ખજાનો જીવનમાં આપી ગયા, મારા જીવનનું દરેક દુઃખ ભુલાવી ગયા,પ્રેમ જ પ્રેમ જીવનમાં ભરી ગયા, ઈરફાનને હવે શું જોઈએ