જમીનદાર - પ્રેમ અને દુશ્મની - ભાગ - 6

(33)
  • 3.2k
  • 4
  • 1.1k

     સાગર અને ધારા બંને વિપરીત અને જુદા જ વિચાર વાળા હોવા છતાં પણ આજે પ્રેમ ના અહેસાસ થી એકબીજાના બની જવા અને એકબીજા ને પામી લેવા આજે લાગણીરૂપી પુષ્પોથી એક દોરી માં વણાઈ જવાના હતા. સાગર અને ધારા બંને પોતાની રીતે તૈયાર થઈને રૂપેણ અને નર્મદા નદીના તટે સંધ્યાકાળે ખીલેલું નૈનપ્રિય વાતાવરણ અને આહલાદક સમા સંગમ પર પોતાના નાજુક હૈયાઓ નો સંગમ કરાવા આવી ગયા હતા. બંને ને પ્રેમ નો અહેસાસ થયો એ પછી દિલમાં દબાવી પડેલી અકબંધ લાગણીઓ અત્યારે ઉછાળા મારીને એકબીજા ને ભીંજાવા છલકાવ કરી રહી હતી. બંને ધીરે ધીરે એકબીજાની જોડે આવી રહ્યા હતા.