પ્રેમની પેલે પાર... ભાગ - ૧૫

(87)
  • 3.5k
  • 13
  • 1.7k

આગળના ભાગમાં આપણે જોયું કે અભી સૌમ્યાને જણાવે છે કે કઈ રીતે આકાંક્ષાના પિતા માન્યા ને કઈ રીતે એના લગ્ન થયા. આ તરફ સૌમ્યા એકાંતમાં આકાંક્ષાનો ફોટો જોઈ રડી રહી હતી. હવે આગળ.. ***** હારમાળા રહસ્યોની સર્જાઈ રહી છે, દિલની વાતો ના દિલને સમજાઈ રહી છે, ભૂત ભવિષ્ય વચ્ચે ઝૂલી રહ્યો સમય, વર્તમાનની કોઈ ઘટના ના સમજાઈ રહી છે... સૌમ્યા ઊંડો શ્વાસ લે છે. ફોટો ફરીથી પર્સમા મૂકી, થોડુ પાણી પીને સ્વસ્થ થાય છે. એ બારીની બહાર જોતા જોતા ભૂતકાળના વિચારોમાં સરી પડે છે. સૌમ્યા અત્યારે લંડનમાં છે. એના પિતાની એક તરફ સારવાર ચાલતી હતી ત્યારે તો એ પૂરો સમય