જૉકર - 3

(176)
  • 10.7k
  • 8
  • 6.2k

જૉકર-3જૉની અને હબુ જૂની ફિયાટમાં કોઈની રાહ જોઇને બેઠા હતા.ખાસ્સો સમય થઈ ગયો પણ એ વ્યક્તિની કાર ન આવવાથી જૉનીએ કંટાળીને ફિયાટને સ્ટાર્ટ કરી.એટલામાં ફિયાટના સાઈડ મિરર પર કોઈની કારનો પ્રકાશ પડ્યો. જૉનીએ ફિયાટ બંધ કરી દીધી અને કારને બાજુમાંથી પસાર થવા દીધી.જૉનીએ બાજુમાંથી પસાર થતી કારને જોઈ.સફેદ સ્વીફ્ટ ડિઝાઇરની પાછળ ‘GJ 5 MB 9988’ લખેલો નંબર તેણે જોયો એટલે તેને ખાતરી થઈ ગઈ કે આ એ જ કાર છે જેની તેઓ રાહ જોઇને બેઠાં હતાં.સ્વીફ્ટ ચાલીસ-પચાસની સ્પીડે જતી હતી.જૉનીએ ફિયાટ શરૂ,હેડલાઈટ બંધ જ રાખી એ સ્વીફ્ટનું પાછળ ભગાવી મૂકી.