યાદો નું પતંગિયું : નવરાત્રીમાં દુર્ગાષ્ટમી નાં પાવન પર્વ નાં દિવસે વિદી નેં પપ્પા એ બુમ પાડી નેં બોલાવી.... કે, પછી, કાંઈક કિંમતી ભેટ આપવા નો અનોખો પ્રયાસ હતો એમનો વિદી માટે..... નવરાત્રી નાં મંગલ દિવસોમાં: વિદી એમતો કાંઈ બોલતી ન્હોતી એમ કોઈનાં અવાજ નેં જાણીજોઈનેં સાંભળતી પણ ન્હોતી. પણ, આજે, પપ્પા નાં અવાજ માં કંઈક અલગ જ સૂર હતો. ઈચ્છા કે અનિચ્છા નો પણ, કાંઈક અલગ આનંદ નિતરતો હતો. જાણે, માતાજી નાં આશિષનો સમંદર હિલોળે હતો. અને, સમય નોં પણ એમાં જીવંત શ્વાસ હતો. જાણે, શરદની શરણાઈ એ આનંદ નો આસ્વાદ હતો. દિકરી માટેનો પિતા નો અવિરત એ નવ