લાઇમ લાઇટ - ૧૪

(220)
  • 6k
  • 7
  • 3.7k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૪ સાકીર ખાન સાથેની મુલાકાતથી રસીલી ઉત્સાહમાં હતી. એક જ મુલાકાતમાં તે સાકીર ખાનની નજીક આવી ગઇ હતી. તેને કલ્પના ન હતી કે તે પહેલી ફિલ્મ રજૂ થયા વગર એક સુપરસ્ટાર સાથે કામ કરશે. તેણે હીરોઇન બનવાનું સપનું જોયું ત્યારે તેને એમ હતું કે પહેલાં ટીવી પર નાની- મોટી ભૂમિકાઓ ભજવીને મોટા પડદે જે મળે એ સાઇડ રોલ સ્વીકારીને આગળ વધશે. ટીવી કે ફિલ્મમાં કામ કરવા માત્ર સુંદર અને સેક્સી શરીર જ ચાલે એમ ન હતું. થોડો અભિનય આવશ્યક હતો. અને એ માટે તે એક્ટિંગ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માગતી હતી. પિતાનું જીવન બચાવવા તે