નિયતિ ૧૨

(105)
  • 3.6k
  • 7
  • 1.9k

પ્રકરણ ૧૨સાંજે સ​વા પાંચે ક્રિષ્ના દોડતી ભાગતી એરપોર્ટ પહોંચી ત્યારે એના જીવને શાંતિ થ​ઈ. એને એમ કે, બહું મોડું થ​ઈ ગયું છે! મોડું તો થયુ જ હતું! હકિકતે વિમાન મોડું હતું. અચાનક ઘેરાઇ આવેલા વાદળો અને ધોધમાર વરસાદને પગલે ફ્લાઈટ અડધો કલાક લેટ હતી. ક્રિષ્ના પાસે સામાનમાં તો એક નાનકડી કેરીબેગ સિવાય કંઈ હતુ નહિં એ આરામથી એક ખુરસી પર બેસી અને ફોન હાથમાં લીધો. મુરલીનો મેસેજ હતો, “ચાલ ક્યાંક બહાર લટાર મારવા જ​ઈયે!” “હું તો બહાર જ છું! ક્રિષ્નાએ ટાઇપ કર્યું. “એટલે એકલી નિકળી છે?” તરત જ મુરલીનો રીપ્લાય આવ્યો.