સફરમાં મળેલ હમસફર - ભાગ-30

(128)
  • 4.6k
  • 14
  • 1.8k

સફરમાં મળેલ હમસફરભાગ-30શિયાળાની ગુલાબી ઠંડીમાં કચોટીયાની સવાર પડી.વહેલી સવારે ગામની સ્ત્રીઓની ચહલપહલ શરૂ થઈ ગઈ હતી.કોઈ ‘વાસીદુ’ કરતી હતી,કોઈ ફળિયું સાફ કરતી હતી તો કોઈ બેડા લઈ પાણી ભરવા જતી હતી.આ સવાર નયનરમ્ય હતી. પક્ષીનો અવાજ સાથે અંધારું આથમતું જતું હતું.રુદ્ર મોડો સૂતો હતો તો પણ વહેલી સવારે જાગી અગાસી પર ચડી ગયો હતો.અગાસી પર જવાનું એક કારણ હતું.સૂર્ય નમસ્કાર કરતાં પહેલાં સૂરજ નીકળ્યા પહેલાનો નજારો જોવા રુદ્ર અગાસી પર આવ્યો હતો.ખેતરોમાં લહેરાતો પાક રુદ્રની આંખોને શાતા આપતો હતો.     કેટલાક ખેડૂતભાઈઓ વહેલી સવારે ખેતરો તરફ જતા હતા.રુદ્ર એ લોકોને જોતો હતો.થોડીવાર પછી સૂર્યના કુણા કિરણોનું આગમન થયું.રુદ્રએ સૂર્ય નમસ્કાર