ડૉ. બાટલીવાલાનુ વર્તન સમીરા ને થોડું વિચિત્ર તો લાગ્યું, પણ તેનુ સંપૂર્ણ કોન્સન્ટ્રેશન અત્યારે રાગિણી તરફ હતું એટલે તે વધારે લપછપ કર્યા વગર રાગિણી ને લઈને તેના ઘર તરફ રવાના થઈ. સેફ્ટી માટે તેણે રીક્ષામાં જવાનું પસંદ કર્યું. ટ્રાફિક ઓછો હતો. થોડી વારમાં તો પહોંચી પણ ગયા. આખા રસ્તે રાગિણી એમજ સૂનમૂન હતી. ઘરે પહોંચીને સમીરા એ સોફા પર રાગિણી ને બેસાડી અને તેની માટે ગ્લુકોઝ નુ પાણી બનાવીને લઈ આવી. રાગિણી પાસે ગ્લાસ ધરતા તે યંત્રવત્ પી ગઈ. ગ્લાસ પાછો રસોડામાં મૂકીને સમીરા તેની બાજુમાં બેસી ગઈ. હળવેથી તેનો હાથ પોતાના હાથમાં લઈ બોલી, "શું થાય છે, બકા? કાંઇક તો