જમા ઉધાર ભાગ-૨ (અંતિમ ભાગ)

(25)
  • 4.3k
  • 3
  • 1.3k

જમા ઉધાર ભાગ-૨ (અંતિમ ભાગ)ભાગ-૧ મા તમે જોયું કે કંપનીમાં કામ કરતો દેવજી કેવી રીતે નાટકબાજી કરીને પ્લાન્ટમાં મજૂરી કામમાંથી ઓફીસમાં પટ્ટાવાળા સુધી પહોંચ્યો, અને કેવી રીતે કંપનીનાં એમ.ડી.ધનંજય શેઠની દયાને પાત્ર અને વિશ્વાસુ માણસ બની ગયો. હવે આગળ... દેવજી, આજે ડાઇનિંગ ટેબલ બરાબર સાફ કરજે. ધનંજય શેઠ કહેતાં હતાં કે આજે તે બપોરે આપણી બધાની સાથે કેન્ટીનનું ભોજન લેશે. જોજે રસોઈયા મહારાજને કહી દેજે કે આજે જમવાનું સાદું બનાવે, તને ખબર જ છેને કે શેઠને બહું ઘી તેલ કે મસાલેદાર નથી ભાવતું સુચના આપીને ધનંજય શેઠનો ચમચો જીતેન ચાલતો થયો. મહારાજ...ઓ મહારાજ...આજે સાદું જમવાનું બનાવજો. ન ઘી તેલવાળું કે ન મસાલેદાર,