પ્રેમ અગન 6

(319)
  • 5.7k
  • 18
  • 4.3k

પ્રેમ-અગન:-6 "ભગવાનનો આ વ્યવહાર પણ કેવો વિચિત્ર છે.. હવા આપી મફતમાં પણ શ્વાસની કિંમત વસુલે છે." ખરેખર ઈશિતા ની સાથે વાત કર્યાં વિનાનાં આ પંદર દિવસ શિવ જોડેથી એનાં દરેક શ્વાસની કિંમત વસૂલી રહ્યાં હતાં.આખરે જેમ-તેમ કરી આ પંદર દિવસ પસાર થઈ ગયાં અને બીજાં સેમેસ્ટરની શરૂવાત પણ થઈ ગઈ..શિવ આજે તો બ્લેક શર્ટ અને બ્લુ ડેનિમ જીન્સ પહેરી હીરોની માફક તૈયાર થયો હતો..સાગરે પણ બસમાં બેસતાં જ શિવને મેસેજ કરી દીધો હતો. પોતાનાં સ્ટેન્ડ પર બસ આવીને ઉભી રહેતાં શિવ બસમાં સાગરની આગળની સીટમાં આવીને ગોઠવાઈ ગયો..પોતાનું સ્ટેન્ડ આવતાં ઈશિતા પણ બસમાં ચડી..સાગરનાં આશ્ચર્ય વચ્ચે નિધિ